રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી નજીક યુવાને ટ્રકના વ્હીલ તળે આવી જિંદગી ટૂંકાવી


રાજકોટ શહેરમાં વધતી જતી આત્મહત્યાની ઘટના વચ્ચે વધુ એક આત્મહત્યાની ઘટના આવી સામે. જેમાં ટ્રક નીચે આવી જઈ 30 વર્ષીય પરપ્રાંતીય યુવાકે આત્મહત્યા કરી લીવાનું સામે આવ્યું છે. જે ઘટનાના CCTV કેમેરામાં કેદ થઈ. પોલીસે મૃતદેહને પોસમોર્ટમ માટે લઈ જઈ વાલી વારસની શોધખોળ કરી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરની ગ્રીનલેન્ડ ચોકડી નજીક યુવકે ધીમી ગતિએ ચાલી રહેલા હેવી ટ્રક નીચે અચાનક આવી જઈ જિંદગી ટૂંકાવી દીધી છે. જે ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. માત્ર પાંચ સેકન્ડમાં પોતાની જીંદગીને ટૂંકી કરી દેનાર યુવકની ઓળખ મેળવવા અને પરિવારની શોધખોળ કરવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.
મળતી માહિતી અનુસાર રાજકોટ ગ્રીનલેન્ડ ચોક પાસે ટ્રકના વ્હીલ નીચે આવી જતા યુવાકનો મોત થયા હોવાની માહિતી બી ડીવીઝન પોલીસને મળી હતી. જેના આધારે PSI ત્રાજીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં તપાસ કરતાં ટ્રકના વ્હીલ તળે યુવાકે ઝંપલાવી આત્મહત્યા કરી ,CCTV કુટેજના આધારે બહાર આવ્યું હતું. ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ કરાતા યુવાક પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. તેમજ યુવકનું નામ નીલમ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે તેના પરિવારની શોધખોળ કરી તેમજ આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.