કોટડી મહાદેવપુરીમાં છાસ બનાવતી મહિલાનું વીજ આંચકાથી મોત


માંડવી તાલુકાના કોટડી મહાદેવપુરીમાં છાસના ઇલેકટ્રીક વલોણાને ચાલુ કરવા જતાં વીજ આંચકાથી મોત થયું હતું.
કોટડી મહાદેવપુરી ગામે રહેતા ધૃપદબા કાનજીભાઇ સોઢા (ઉ.વ.45) નામના મહિલા પોતાના ઘરમાં છાસ બનાવવા ઇલેકટ્રીક વલોણાને ચાલુ કરતાં વીજ આંચકો લાગતાં તેમને સારવાર માટે હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં મોત નીપજયું હતું. આ ઘટનાથી પરિવારજનોમાં અરેરાટી ઉઠી હતી. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.