આહીરપટ્ટીના ગામોમાં હેલિકોપ્ટર કે ડ્રોન જેવા અવકાશી યંત્રના આંટાફેરાથી લોકોમાં કૌતુક

આહીરપટ્ટીના મોખાણા, હિરાપર આસપાસના વિસ્તારમાં આકાશમાં હેલિકોપ્ટર જેવા દેખાતા અવકાશી યંત્રના 20 થી 25 વખત આંટાફેરા થતા આસપાસના લોકોમાં કૌતુક જોવા મળ્યો હતો. ઓછી ઊંચાઈએ સતત રાઉન્ડમાં આંટા ફેરા કરતા આ યંત્રને જોવા લોકો અગાસીએ ચડ્યા હતા. રાત્રીના આ યંત્ર અંદાજિત 9:30 થી 10 વાગ્યા સુધી મોખાણા,હિરાપર સહિતના આસપાસના ગામોમાં દેખાયું હતું.

આ ઘટના અંગે હિરાપર ગામના સરપંચ ડાઈબેન મહાદેવાભાઈએ જણાવ્યું કે, હિરાપર ગામ આસપાસ પણ લગભગ 5 થી 6 વખત આંટા મારતા આ યંત્રને જોવા ગામ લોકો ધાબા પર ચડ્યા હતા. જોકે રાત્રીના સમયે ડ્રોન છે કે હેલિકોપ્ટર તે સ્પષ્ટ રીતે જોઈ શકાયું નહીં.