ડગાળા, મોખાણામાં એક સાથે સાત દુકાનમાં તસ્કરી

copy image

આહિરપટ્ટી વિસ્તારના ડગાળા મોખાણા ગામે રાત્રે એક સાથે સાત દુકાનોમાં તસ્કરીની ઘટનાથી ચકચાર મચી. ચોરોએ દુકાનોના તાળા તોડીને નહિ ખોલીને ચોરીને અંજામ આપ્યા પછી તાળાઓ  લઇ નાસી ગયા હતા. ઘટનાની જાણ થતાં પધ્ધર પોલીસ સ્થળ પર પહોચી જઇને પંચ નામના સહિતની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. ભુજ તાલુકાના ડગાળા – મોખાણા ગામે વહેલી પરોઢે ચાર વાગ્યાની આસપાસ ચીભડ ચોરની ટોળકીએ બંને ગામોમાં સાત જેટલી દુકાનોમાં હાથ માર્યો.

 આ ઘટનામાં અંદાજીત 20થી 25 હજારનું પરચુરણ હાથે લાગ્યું હતું. ડગાળા ગામે 3 જેટલી દુકાનોમાં વાળંદની દુકાનો અને શાકભાજીની દુકાનના તાળા તોડીને નહીં ખોલીને ચોરી કરી હતી. તેવી જ રીતે મોખાણા ગામમાં એક કરિયાણાની દુકાનના તાળા ખોલી ખાનામાં રહેલ રોકડ રકમની તસ્કરી કરીને તમામ દુકાનોના તાળા સાથે લઇ નાસી ગયા હતા.

એક સાથે સાત-સાત દુકાનોમાં બનેલી તસ્કરીની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે.આ ઘટના બાદ પધ્ધર પોલીસ સ્થાનિકે આવી સમગ્ર ઘટનાની વિગત જાણી હતી. તસ્કરીનો તાગ મેળવવા પંચનામા સહિતની કાર્યવાહી કરી હોવાનું સ્થાનિક લોકોમાંથી સામે આવ્યું હતું. પરંતુ આ ઘટના સંદર્ભે પધ્ધર પોલીસ મથકમાં કોઇ ફરિયાદ નોંધાવાઇ ન હોવાનું પોલીસ સુત્રો દ્વારા જણાવ્યું છે.