કચ્છમાં આવી રહેલા પીએમ મોદીની મુલાકાત પૂર્વે ભુજના માર્ગોનું સમારકામ હાથ ધરાયું


ભુજ શહેરના ભુજીયા ડુંગરના સાનિધ્યમાં રૂ. 400 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સ્મૃતિવનના લોકાર્પણ માટે તા. 28ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજની મુલાકાતે આવી રહ્યા છે.ત્યારે આગમન પહેલા વહીવટી તંત્ર હકરતમાં આવી ગયું છે.
ભુજના માર્ગોને ડામર પાથરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનનો કાફલો ભુજ એરપોર્ટથી હિલ ગાર્ડ, પ્રિન્સ રેસીડેન્સી, કોમર્સ કોલેજ, લાલન કોલેજ, મોટા બંધ અને આર.ટી.ઓ. થઈ ભુજીયા ડુંગરના સ્મૃતવન આવી પહોંચશે. આ તમામ માર્ગ પર પીએમ મોદીનો રોડ શો યોજાશે તે રૂટ પરના માર્ગોને હાલ નવા શણગાર કરવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાનના કાફલાનું રસ્તાઓ પર ભવ્ય સ્વાગત કરાશે. તેમજ તંત્ર પોતાની અને કચ્છના રસ્તાઓની બિસ્માર સ્થિતિ છુપાવી સારી છબી દેખાડવા હવે હરકતમાં આવી ગયું હોય તેમ રોડ પર ડામર કરવામાં આવી રહ્યો છે.બાજુમાં આવતા ધંધાર્થીઓને કડક સૂચના પ્રમાણે જે-તે સમય મર્યાદા મુજબ દૂર ખસેડવામાં આવ્યા છે અને ઝાડી ઝાંખરાંઓ કાઢી નાખવા સુધીની કામગીરી હાથ ધરવામાં આવી છે.