જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
બોટાદ-
બોટાદ જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રજાકીય પ્રશ્નોનાં સમયસર યોગ્ય, ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં પ્રજાના પ્રતિનિધિઓ તરફથી રજૂ કરાયેલા વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી અને તેના વ્યવહારુ અને સુવ્યવસ્થિત ઉકેલ માટે જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. પ્રજાને લગતા પ્રશ્નોનાં ઝડપભેર અને સંતોષકારક નિવારણ માટે કલેકટરશ્રીએ વિવિધ વિભાગીય અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં જુદાં-જુદાં સરકારી વિભાગો વચ્ચેનાં આંતરિક વહિવટી બાબતો અંગે તેમજ ગત બેઠકનાં પ્રશ્નોનાં ઉકેલ સહિતની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ મુખ્યમંત્રી અપ્રેન્ટિસશીપ યોજનાનો રિવ્યૂ કર્યો હતો. આ બાબતે તેમણે આઈટીઆઈ તેમજ સંબધિત વિભાગોને જરૂરી સૂચનો આપ્યા હતાં.
જિલ્લા સેવા સદન, ખસ રોડના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા તેમજ પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બલોલિયાએ વિભાગીય અધિકારીશ્રીઓને રચનાત્મક સૂચનો કર્યા હતા. સંકલનની બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
*
