કચ્છમાં રોડોની હાલત ગંભીર હોતા અકસ્માતોમાં દિન પ્રતિદિન વધારો કેરાથી માંડવી જતા એક ૩૩ વર્ષીય યુવાન ને નડ્યો અકસ્માત
કચ્છમાં અકસ્માતોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે તેવામાં અનેક રોડ રસ્તાઓની સમસ્યાઓ બાબતે વિવિધ મથકોએ રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે તેવામાં ભુજ તાલુકાના કેરા ગામેથી માંડવી જઈ રહેલ તેજપાલ આત્મારામ ઉમર વર્ષ અંદાજિત ૩૩ જેઓ કેરાથી માંડવી તરફ જઈ રહયા હતા ત્યારે વચ્ચે આવેલ પુનડી પાટિયા પાસે નવજીવન સામે રોડ ઉપર પડેલ એક ખાડામાં તેઓની બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી તો તેઓને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું તો આવા બનાવો હવે કચ્છમાં સામાન્ય બની ને રહી ગયા છે તેવું લોકો જણાવી રહયા છે તો લાગતા વળગતા તંત્ર દ્વારા આ સમગ્ર બાબતોને ધ્યાન આપવા લોક માંગણી ઉઠવા પામી છે.
