જર્જરીત ઈમારતની ગેલેરી નીચેથી પડી ભાંગી, સદભાગ્યે જાનહાનિ ટળી


ગાંધીધામના નગરપાલિકા કચેરીની પાછળ જ આવેલી વર્ષોથી જર્જરીત થઈ ગયેલ ચેતના ચેમ્બરમાં ફરી એક વાર ગેલેરી તુટી નીચે પડી ગઈ હતી. આગળની તરફ પાર્ક કરેલ કારના કાચ અને બોનેટ પર મોટો પથ્થર પડ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઇને ઈજા પહોંચી ન હતી તેવું જાણવા મળે છે.
પરંતુ અગાઉ અચાનક પડેલા પથ્થરોથી વ્યક્તિને ઈજા પહોંચી હતી આ રીતે પડતા પથ્થર, ગેલેરી આજુબાજુ વાડા માટે જોખમી હોવાનો સુર ગુંજી રહ્યો છે. અહી વ્યાપારીક પ્રતિષ્ઠાન ધરાવતા મોહનભાઈ પટેલએ જણાવ્યું કે ઈમારતની મરંમતની દિશામા આગળ વધવા ઈમારતની ઓફિસ અને દુકાનધારકોની બેઠકનો સીલસીલો હકારાત્મક દિશામાં ચાલે છે.
ગાંધીધામ આદિપુરમાં જર્જરિત ઈમારતોને તંત્ર નોટિસ આપીને ઉંઘી જાય છે, વર્ષોની રજુઆતો અને લડાઈ બાદ પણ છેવટે લાયન્સ ક્લબ પાછળની શીવ શક્તિ ઈમારતનો એક તરફનો જ ભાગ તોડવામાં આવ્યો. આવી સંકુલમાં 15 થી વધુ ઈમારતો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ નગરપાલિકા, જીડીએ, ડીપીએ અને એસઆરસી વચ્ચે જવાબદારીઓની ફેંકમફેકમાં નાગરિકોના જીવ ફેકઈ ન જાય તેની ચીંતા હવે સમાહર્તાજ કરે તેવો સુર ઉઠવા પામ્યો છે.