ભૂતેશ્વરમાં આંખો કાઢવા મુદ્દે, યુવાન પર છરી વડે હુમલો કરાયો


ભુજના ભૂતેશ્વર વિસ્તારમાં છરીથી હુમલો કરવાથી યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે. મળતી માહિતી અનુસાર ભીડ નાકા બહાર ભૂતેશ્વર વિસ્તારમાં આઝાદ મસ્જીદની બાજુમાં રહેતા વસીમ ઇબ્રાહિમ મમણ (ઉ.વ.18)ની ફરિયાદને ધ્યાને લઈને પોલીસે જણાવ્યું હતું કે, ઘટના રાત્રીના અગ્યાર વાગ્યાની આસપાસ ભૂતેશ્વર વિસ્તારમાં મામદ મોખાની દુકાન પાસે બની હતી. ત્યારે આરોપી અમન અનવર લાખાએ ફરિયાદીને કહ્યું હતું કે, અમારી સામે આંખો કેમ કાઢશ તેમ કહીને આરોપી અમન, યાકુબ ભટ્ટી અને એક અજાણ્યા ઇસમે ફરિયાદી સાથે મારકુટ કરી.આ દરમિયાન યાકુબ ભટ્ટીએ છરી કાઢી ફરિયાદના પડખાના ભાગે ઘા મારી ઇજા પહોંચાડી. આસપાસથી લોકો દોડી આવતાં આરોપીઓ ભાગી ગયા હતા.