ભુજના નરનારાયણ નગરમાં ગટર સમસ્યાથી કંટાડેલા લોકો વડાપ્રધાન મોદીનું ધ્યાન દોરવા બેનર લગાડશે

copy image

ભૂજ શહેરની પશ્ચિમ દિશાએ આવેલા દુર્ગમ નરનારાયણ નગરમાં છેલ્લા આઠ વર્ષથી ગટર સમસ્યાનો પ્રશ્ન હવે ચરમસીમાએ પહોંચ્યો હોવાની ફરિયાદ સાથે કંટાડેલા રહેવાસીઓએ તંત્રનું ધ્યાન દોરવા આગામી તા. 28ના કચ્છની મુલાકાતે આવતા PM મોદીના ફોટા સાથે ગટરના ફોટો દર્શવતા બેનર લગાડશે. જાહેરમાં ભરાયેલા રહેતા ગટરના પાણીમાં પ્રતિદિન વધારો થઈ રહ્યાની રાવ સહિતના પ્રશ્નોથી કંટાળેલા લોકોએ ના છૂટકે કમિટી બનાવી નવતર વિરોધ કરવા સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ વિશે સ્થાનિકના અંકિતાબેન સહુતની બહેનોએ એકજુટ થઈ સમાચાર માધ્યમો સમક્ષ પોતાની પરેશાની વ્યક્ત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ભુજની મુલાકાતે આવતા દેશના વડાપ્રધાન માટે કોલેજરોડનો માર્ગ તંત્ર દ્વારા માત્ર આઠ કલાકમાં જો નવો બની જતો હોય તો અમારી છેલ્લા આઠ વર્ષ જૂની ગટર સમસ્યાનું નિવારણ કેમ નથી લવાતું ? ગટરના રેલાતા અને ભરાયેલા પાણીના કારણે કાયમી બીમારીનો સામનો કરવો પડે છે. દુર્ગમ મારતા વાતાવરણમાં સતત જીવવું પડી રહ્યું છે. માખી અને મચ્છરની સાથે મગર જેવા જોખમી જીવો પણ રહેણાંક મકનમાં ચડી આવે છે. આ અંગે અનેક લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં નિર્ભર તંત્ર ધ્યાન આપતું નથી. તેથી હવે PM મોદીનું ધ્યાન દોરવા બેનર બનાવવા પડી રહ્યા છે. તંત્ર પાસે અપેક્ષા રાખીએ કે યોગ્ય નિવારણ લાવે.