સગીરાને લગ્નની લાલચ આપી માનકુવાના શખ્સે આચર્યું દુષ્કર્મ

ભુજમાં 16 વર્ષની સગીરાના છેલ્લા દસ મહિનાથી લગ્નની લાલચ આપી માનકુવા ગામના ઇસમે મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ કરતાં ચકચાર મચી જવા પામી. ભોગબનારના વાલીની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દર્જ કરીને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર બનાવ છેલ્લા દસ મહિનાથી આજ દિવસ સુધી બન્યો છે. ભુજ મધ્યે રહેતી સગીરાને માનકુવા ગામના રીઝવાન હાજીખાન બલોચ નામના શખ્સે પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભુજના ઓધવ વંદના સોસાયટી પાસેની બાવળની ઝાડીમાં તેમજ અલગ અલગ જગ્યાએ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો.

અને કોઇને કહીશ તો, મારી નાખીશ તેવી ધમકી આપતો. આ અંગે ભોગબનાર સગીરાએ પરિવારને જાણ કરતાં આરોપી વિરૂધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આરોપી સામે દુષ્કર્મ, તેમજ પોક્સો કલમ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.