કચ્છના ચાંદરાણીમાં 190 કરોડના ખર્ચે સંપૂર્ણ સોલાર પાવર સંચાલિત દૂધ પ્લાન્ટ તૈયાર, PM મોદીના હસ્તે કરાશે લોકાર્પણ 

copy image

કચ્છમાં માનવીય વસતી કરતા પશુધનની વસતી વધુ છે. કચ્છના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે ત્યારે આ ક્ષેત્રમાં જો વિકાસની નવી તકો ખુલ્લે તો કચ્છ જેવા સુકામલકમાં રોજગારીનું સર્જન થાય તે આશય સાથે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ડેરીની સ્થાપના વર્ષ 2009માં કરવામાં આવી હતી. જે બાદ વર્ષ 2013માં માત્ર 3 વર્ષના ટુંકા ગાળામાં લાખોંદ ખાતે રૂ. 20 હજાર લીટર પેકેજિંગથી દૂધ પ્લાન્ટની શરૂઆત કરાઇ હતી. જે પ્લાન્ટ આજે વટવૃક્ષ બનીને દૈનિક 2 લાખ લીટરથી 6 લાખ લીટર દૂધની પ્રોસેસિંગ અને પેકેજિંગની ક્ષમતા ધરાવતો થઇ ગયો છે. આગામી સમયની કચ્છની જરૂરિયાત અને પશુપાલકોના હિતને જોતા રૂ.190 કરોડના ખર્ચે અંજાર તાલુકાના ચાંદરાણી ખાતે નવો પ્લાન્ટ ઉભો કરાયો છે. આ પ્લાન્ટનું લોકાર્પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરશે.