નખત્રાણા તાલુકામાં મગર જોવા મળતાં લોકોમાં ભય ફેલાયો

copy image

કચ્છમાં સાર્વત્રિક વરસાદ બાદ મોટાભાગના જળાશળોમાં નવા જળની નોંધપાત્ર આવક થતાં ઊંડા પાણીમાં રહેતા મગરો ચોમાસા દરમ્યાન જાહેર સ્થળે નજરે પડી રહ્યા છે. નખત્રાણા તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ફોટ મહાદેવ મંદિર પાસેના વિસ્તારમાં પણ મગર દેખાતા ભય ફેલાયો છે. સ્થાનિક લોકોએ મગર અંગેની જાહેરાત કરી અન્ય લોકોને સાવધાન રહેવા અપીલ કરી હતી.

નખત્રાણા પાસેનું ફોટ મહાદેવ મંદિર હરિયાળા જંગલ, વિશાળ તળાવ અને કુદરતી સૌંદર્યના કારણે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેતું હોય છે. અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. અને વહેતા પાણીના પ્રવાહમાં નાહવાની મોજ માણતા હોય છે. ત્યારે ગતરાત્રિના આ સ્થળે મગર દેખાતા, નખત્રાણાના અનિલ રાજગોરે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી.