મોટી ભુજપુરમાં 63 હજારના વિદેશી શરાબ સાથે બુટલેગર ઝડપાયો

મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર ખાતે સ્થાનિક પોલીસે 63 હજારની કિંમતની વિદેશી શરાબની 15 પેટી (180 નંગ બોટલ) સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા પી આઈ હાર્દિક ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલી પોલીસે ASI હિતેશ ભટ્ટીને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી ભુજપુર સ્થિત સોનલ નગર મધ્યે વોચ ગોઠવી હતી અને ત્યાંથી કારમાં વિદેશી બનાવટના દેશી શરાબની રૂપિયા 63 હજારની કિંમતની 15 પેટી સાથે બુટલેગર ઈમ્તિયાઝ હાસમભાઇ ચાકી (ઉ.વ.26 રહે. મોટી ભુજપુર બસ સ્ટેન્ડ પાસે)ને આબાદ ઝડપી લીધો હતો અને તેની પાસેથી એક લાખની કાર અને 5 હજારના મોબાઈલ સમેત 1.68 લાખનો મુદામાલ કબ્જે કર્યા બાદ આગવી ઢબે પૂછતાછ કરતાં ઉપરોક્ત જથ્થો ભુજના બસીર નામક યુવાને સપ્લાય કર્યો હોવાનું ખુલતાં બંન્ને વિરુદ્ધ IPC ની પ્રોહિબિશન ધારા હેઠણ ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત કામગીરીમાં મહિપતસિંહ વાઘેલા, દર્શન રાવલ, ગોપાલ મહેશ્વરી સહિતનો સ્ટાફ જોડાયો હતો.