28 કારમાંથી બ્લેકફીલ્મ ઉતારી પોલીસે 14 હજારનો દંડ વસુલ્યો


ગાંધીધામમાં કાળા કાચ લગાવી ફરતા 28 વાહનોને રોકીને તેની બ્લેકફીલ્મ પોલીસે ઉતારી દંડાત્મક કાર્યવાહી ઠેક ઠેકાણે કરવામાં આવી હતી. ગાંધીધામમાં સક્રિય થયેલી સીટી ટ્રાફિક પોલીસે શહેરમાં ચેકીંગ ડ્રાઈવ યોજી કાળા કાચ લગાવીને ફરતા વાહનોની તપાસ હાથ ધરી હતી.
જેમાં 28 વાહનોને અટકાવીને માત્ર તેની બ્લેકફીલ્મ ઉતારી લેવાઈ ન હતી , પરંતુ તેમની પાસેથી 14 હજારનો દંડ પણ વસુલ કર્યો હતો. તો એમવી એક્ટ એનસી હેઠળ કુલ 86 કેસ કરીને 42 હજારનો સ્થળ દંડ લગાવ્યો હતો. આ કાર્યવાહીમાં પીએસઆઈ વાય.કે. ગોહિલ અને સીટી ટ્રાફીક પોલીસના જવાનો જોડાયા હતા.