વડનગરમાં સિવિલ હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદી દર્દીએ કર્યો આપઘાત

વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ચાણસોલ ગામના યુવાને બીમારીથી કંટાળી છઠ્ઠા માળેથી કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. જોકે, યુવકના પરિવારના લોકોએ પોલીસ કાર્યવાહી કરવાની મનાઈ કરતાં લાશ પરિવારને સોંપી દેવાઈ હતી. આ બનાવથી સિવિલ હોસ્પિટલમાં દોડધામ મચી હતી.

ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામના રમેશભાઈ સેન કોઈ બીમારીથી પીડાતા હતા. તેમને ત્રણ-ચાર દિવસથી વડનગર સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ બીમારીમાં કોઈ ફરક ન પાડવાના કારણે કંટાળી અને રાત્રે છઠ્ઠા માળેથી કૂદી પડતાં દોડધામ મચી ગઈ હતી.

આ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પરંતુ યુવકના પરિવારે પોલીસ ફરિયાદની મનાઈ કરી હતી. અગાઉ પણ એક દર્દીએ સિવિલ હોસ્પિટલ પરથી કૂદી માત્મહત્યા કરી હતી.