બેફામ દોડતી કારે પડાણા પાસે પ્રૌઢને અડફેટે લેતા મોત

copy image

ગાંધીધામના પડાણા પાસે બેફામ ગતીએ આવતી કારે આધેડ વયના વ્યક્તિને અડફેટે લઈ લેતા મૃત્યુ નિપજ્યું હતું,  કાર સાથે વાહન ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. પડાણામાં આવેલા શ્રીજી વેરહાઉસમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતા 50 વર્ષીય દેસરાજસિંગ સુરેંદ્રસિંગ રાજપુતને રાત્રે ગાંધીધામ ભચાઉ હાઇવે પર અજાણ્યી કારે અડફેટે લીધા.

જેના કારણે તેઓને કાનમાંથી લોહી નિકળતી સ્થિતિમાં રોડ પર પટકાયા, આ બનાવની જાણ થતા તેમના પિતરાઈ ભાઈ અને ફરિયાદી અમરસિંગ સરનામસિંગ રાજપુત સ્થળ પર દોડી ગયા હતા. મોઢા અને કાનમાંથી લોહી નિકળતી હાલતમાં હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમ મારફતે રામબાગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હાજર તબીબે ગંભીર ઈજાના કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

જેથી મૃતદેહનો પીએમ કરાવીને તેમના મુળ વતન કાનપુર અંતિમવીધી માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી પરત ફરતા પિતરાઈભાઈએ અજાણ્યા ફોર વ્હિલર ચાલક સામે કાર પુરઝડપે અને બેદરકારીથી ચલાવીને અકસ્માત સર્જી તેમના ભાઈનું મૃત્યુ નિપજાવી સ્થળ પરથી ફરાર થઈ જવાનો ગુનો નોંધાવ્યો હતો.