PM મોદીની જાહેર સભામાં વિશાળ ભીડ એકઠી કરવા માટે સવા લાખ માણસોને એસ.ટી.ની 2400 બસો દ્વારા લાવવામાં આવશે


વડાપ્રધાન મોદીની જાહેર સભામાં વિશાળ ભીડ એકઠી કરવા માટે રાજ્યભરમાંથી સવા લાખ માણસોને એસ.ટી.ની 2400 બસો દ્વારા લાવવામાં આવશે. સભામાં 3 લાખ લોકોની ભારે ભીડ એકઠી કરવાની ગણતરી સાથે વહીવટ તંત્ર વિવિધ વ્યવસ્થામાં જોડાઈ ગયું છે, જેમાં જિલ્લા વિકાસ અધિકારીને દસેદસ તાલુકાઓના ગામડે ગામડેથી અને જિલ્લા બહારથી આવેલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા સોંપાઈ છે, જેથી અઢી લાખ લોકો માટે ફૂડ પેકેટ તૈયાર રાખવાના ટેન્ડર પણ બહાર પડી ગયા છે. એ ઉપરાંત દસેદસ તાલુકાની આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાના શિક્ષકોને ક્લસ્ટર મુજબ જવાબદારી પણ સોંપી દેવાશે. જે માટે વ્યવસ્થા સંભાળી શકે એવા કર્મચારીઓને અંગત રીતે બોલાવીને સૂચનાઓ આપવામાં આવી.