અંજાર પાસે 70 ટન ગેરકાયદેસર બોક્સાઇટ ભરેલા 2 ડમ્પર ઝડપાયા

પૂર્વ કચ્છના ખાણ ખનિજ વિભાગે અંજારના કળશ સર્કલ પાસે વોચ ગોઠવી 70 ટન ગેરકાયદેસર ખનિજ લઈ જતા બે ડમ્પર ઝડપાયા હતા. પ્રાથમિક તબક્કે બંને ટ્રકમાં બોક્સાઈટ ભરેલું હોવાનું બહાર આવ્યું. ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંઘના જણાવ્યા મુજબ, ગેરકાયદેસર રીતે ખનન કરી ખનિજ ભરેલા બે વાહનો નિકળવાના હોવાની બાતમીના આધારે એક ડમ્પર વેલસ્પન કંપની પાસેથી જ્યારે બીજું ડમ્પર કળશ સર્કલ પાસેથી ઝડપાયું હતું.

બન્ને ડમ્પરમાં 35-35 ટન મળી કુલ 70 ટન જેટલું ખનિજ ભરેલું હોવાનો અંદાજ છે.રતનાલ-મોડસર સીમમાંથી માલ ભરાયેલો હોવાનું ખાણ ખનિજ વિભાગની પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઈવરોએ કબૂલ્યું છે. ખાણ ખનિજ વિભાગે બંને ટ્રક અંજાર પોલીસના હવાલે કરી ડ્રાઈવરોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી. આ જથ્થો બોક્સાઇટનો છે તે ચકાસવા ગાંધીનગર સેમ્પલ મુકાયા હોવાનું તેમણે જણાવ્યું.