ભુજ-ભીમાસર હાઈવે રૂ.1373 કરોડના ખર્ચે ચાર માર્ગીય રોડ બનશે, PM નરેન્દ્ર મોદીના હસ્તે કરશે ભૂમિપૂજન 

copy image

કચ્છની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા. 28ના રોજ વિવિધ 13 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થવાના છે. જે પૈકી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાલા પરિયોજના હેઠળ રૂ. 1383 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 59.75 કિલોમીટરના ભીમાસર-અંજાર-ભુજ પ્રોજેક્ટના ચારમાર્ગીય હાઇવેનું વર્ચ્યુઅલી ખાતમૂહુર્ત PM મોદીના વરદ હસ્તે કરશે.