ગાંધીધામના મુખ્ય બજારની સ્ટ્રીટલાઈટો મહિનાઓથી બંધ


ગાંધીધામની મુખ્ય બજારમાં છેલ્લા ત્રણેક મહિનાથી મહતમ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં નજરે પડે છે. નગરજનોએ કહ્યું કે આ તો વેપારીઓએ અને દુકાનોથી બજારની ઝળહળાટથી કાયમ છે.મહત્વપુર્ણ એવા ટાગોર રોડની સ્ટ્રીટ લાઈટો હોય કે શહેરના મુખ્ય બજારની.
દર થોડા સમયે કોઇને કોઇ બંધ થઈ જવાની અને જ્યાં સુધી પ્રશાસનનું ધ્યાન ન દોરાય ત્યાં સુધી કોઇ પરિવર્તન ન થતું હોવાની રાવ ઉઠતી રહે છે. ચોમાસામાં જળભરાવ, તુટેલા માર્ગો અને ખાડાઓ અને તેના કારણે અકસ્માતોની ભારે ફરિયાદો બાદ પણ કચ્છકલા રોડ, મુખ્ય બજારની ઝવેરી બજાર, ચાવલા ચોક વિસ્તારમાં મુખ્ય ઝોનલ લાઈટ સહિત સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં જ નજરે પડે છે.