મુન્દ્રાના કુંદરોડી પાસે વાધુરા રૂટની એસટી બસ ખાડામાં ફસાઈ, અનેક વાહન ચાલકો અટવાયા


મુન્દ્રા-વાઘુરા રૂટની એસટી બસ સવારે કુંદરોડી બગડા વચ્ચેના માર્ગ પરના ખાડામાં ફસાઈ હતી. જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તેમજ બસ ફસાઈ જવાથી અન્ય વાહનો પણ અટવાઇ ગયા હતા જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ માર્ગે પર ચાલતા ઓવરલોડ ડમ્પરના કારણે રસ્તાની હાલત બિસ્માર બની ગઈ છે. તંત્ર દ્વારા આ પ્રકારના ભારે વાહનો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ કરાઈ.
વાઘુરાથી મુન્દ્રા તરફ આવતી બસ બિસ્માર માર્ગના કારણે ફસાઈ હતી. જેના લીધે બસમાં સવારી કરતાં મુસાફરો અને સામેથી આવતી સ્કૂલ બસ તેમજ અન્ય વાહનો પણ અટવાઇ ગયા હતા. સ્કૂલ બસના છાત્રો પણ શાળાએ મોડા પહોચ્યા. આખરે સ્થાનિકના ટ્રેકટર દ્વારા બસને રસ્તા પરથી બહાર ખેંચીને બાજુમાં કરાઈ હતી. જેથી વાહન વ્યવહાર શરૂ થયો હતો.