ભુજ શહેરમાં થયેલ T.V ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ


મેં પોલીસ મહાનરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિકારી શ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારૂ આપેલ સૂચના સંદર્ભે જે.એન.પંચાલ નાયક પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજનાઓએ સૂચના આપેલ,
જે અનન્વે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.પી. પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુ.ર.નં- 0694/ 2022 ઈ.પી કોલમ-380, 454,457 મુજબના ગુનાનો ભેદ ઉકેલવા સારૂ સર્વેલન્સ સ્ટાફની ટીમ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ થી પ્રયત્નશીલ હતા તે દરમિયાન સર્વે લંન્સ સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે ઉપરોક્ત ગુના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ ટી.વી સાથે એક ઈસમને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલા આરોપી:-
જમનશા ઉર્ફે જામુ ઉમરશા શેખડાડા ઉં.વ. ૩૧ ધંધો-મજૂરી રહે. શેખ ફળિયું તુલસીમીલ પાછળ ભુજ
રિકવર કરેલ મુદ્દામાલ:-
1. T.V. કિંમત રૂપિયા 15,000
આમ ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ શ્રી એ.સી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. ઝહિદ એમ.મલેક તથા કરણસિંહ પી.ઝાલા તથા પો.હેડ.કોન્સ. મહીપાલસિંહ એન.જાડેજા તથા પો.કોન્સ. જયદેવસિંહ જે. જાડેજા નાઓ જોડાયેલા હતા.