લેર ગામમાં ઘરમાં સુતેલા સગીર છોકરાનું અપહરણ કરી, યુવકોએ માર માર્યો


ભુજ તાલુકાના લેર ગામમાં રહેતા ધીરેન ઇશાક કોલી (ઉ.વ.36)એ જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં એમએલસીમાં નોંધ કરાવી કે, તેમના દિકરો હિતેન ઘરમાં સુતો હતો, ત્યારે તેને રાત્રીના એક વાગ્યે બાઇક પર લઇ જઇ મહિપતસિંહ હઠુભા રાઠોડ, દોલુભા રાણુભા રાઠોડ ઉપરાંત અન્ય આઠ લોકોએ માર મારતાં ઇજા ગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. પધ્ધર પોલીસે નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.