ટુન્ડા અને વીડીમાં 2 યુવનોના ફાંસો ખાઇ આપઘાત, હબાય-નાડાપાની સીમમાં ઢોરીના યુવાકે ઝેર પી જીવન ટૂંકાવ્યું


ભુજ તાલુકાના હબાય અને નાડાપાના સીમામાં ઢોરીના 25 વર્ષીય યુવાકે કોઇ અગમ્ય કારણોસર પાકમાં છાંટવાની ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, મુન્દ્રા તાલુકાના ટુંડા ખાતે પરપ્રાંતીય યુવાને અને અંજારના વીડી ગામમાં યુવને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ દુનિયાને અલવિદા આપી દીધી. જો કે, યુવાનોના આત્મઘાત કરવા પાછળનું કારણ હજુ બહાર નથી આવ્યું . મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઇ ગયો છે.
પધ્ધર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ઢોરી ગામે રહેતા મહેશ શંભુભાઇ વારોત્રા (આહિર) નામના યુવનની હબાય અને નાડાપાની સીમાડામાં ઝેરી દવા પીધેલી હાલતમાં લાશ મળી આવી. જેને હોસ્પિટલમાં લઇ જવાતા ત્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પધ્ધર પોલીસે ઘટનાની નોંધ લઇ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સાતમ આઠમ પૂરી થતાં મૃતક મહેશ તેમની પત્નીને પીયરેથી તેળવા બાઇક વડે સાંજે સાડા ચાર વાગ્યે નીકળ્યો હતો. પરંતુ સાસરે પહોંચ્યો હતો નહિ. જેથી પરિવારજનોએ મહેશ ગુમ થયાનો મેસેજ વાયરલ કર્યો હતો.
દરમિયાન સવારે સાત વાગ્યાના અરસામાં હબાય અને નાળાપાના સીમાડામાંથી મહેશની ઝેરી દવા પીધેલી હાલતમાં લાશ મળી હતી. બીજી તરફ સુત્રોએ જણાવ્યું હતું કે, વાડી વિસ્તારમાંથી પસાર થનારાઓએ બે બાઇક જોઇ હતી, પરંતુ સવારે મૃતકની બાઇક થોડે દુર મળી હતી. પોલીસે યુવકના આત્મઘાત કરવા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
તો, બીજી બાજુ મુળ બીહારના હાલ વરંગ વાડી વિસ્તારમાં શિવ મંદિરની બાજુમાં ટુંડા ગામમાં રહેતા મુલુકુમાર નંદકિશોરસિંહ નામના યુવાકે પોતાના રહેઠાણ વરંગ વાડીની ઓરડીમાં આડીમાં સાંજે સાત વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર આડી પર રસ્સો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો.બનાવને પગલે તેને તાત્કાલિક સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે બહાદુર કોલોની ટુંડા ખાતે રહેતા લલન દુઅન ઠાકુરે મુન્દ્રા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી બનાવ સંબધિત તપાસ પી આઈ હાર્દિક ત્રિવેદીએ હાથ ધરી છે.
જ્યારે અંજાર તાલુકાના વીડી ગામમાં હાકમશા પીરની દરગાહની બાજુમાં રહેતા 35 વર્ષીય રવિ ભીલ નામના યુવાકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે દુપટ્ટા વડે એંગલમાં લટકી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેના મૃતદેહને અંજારની સરકારી હોસ્પિટલ મધ્યે ખસેડી પીએમ માટેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંજાર પોલીસે યુવાકની આત્મહત્યા અંગે અકસ્માત મૃત્યુની નોંધ કરી છે.