ભુજમાં માંધાપરના યુવાનને અજાણ્યા શખ્સોએ માર મારી છરી વડે હુમલો કર્યો, પગ તેમજ પડખાના ભાગે ઈજાઓ પહોંચી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર માધાપરમાં રહેતો શ્રવણસિંહ શંભુભા વાઘેલા તારીખ 28ના રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ પોતાના મિત્ર સાથે માધાપરના ગાયત્રી મંદિર પાસે ઉભો હતો. તે દરમિયાન તેને સલીમ ઉર્ફે ચલ્લા નામના ઇસમનો ફોન આવ્યો. તેથી શ્રવણસિંહ તથા તેનો મિત્ર આત્મારામ સર્કલ પાસે ગયા હતા. આ દરમિયાન સલીમ સાથે વાતચીત કરતા હતા ત્યારે સલીમ તથા તેની સાથે રહેલા અન્ય ત્રણેક અજાણ્યાં ઇસમોએ મારામારી કરીને પગના સાથળના ભાગે છરીથી ઘા માર્યા હતા. યુવાનને બન્ને પગમાં અને પડખાના ભાગે ઈજાઓ પહોંચી હતી. જેથી તેને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજ બી ડીવીઝન પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.