કોંગ્રેસ નેતાઓ પ્રધાનમંત્રીને લમ્પી બાબતે રજૂઆત કરવા પહોચતા પહેલા જ પોલીસે નજરકેદ કરી લીધા


કચ્છમાં લમ્પી વાયરસથી હજારો ગાયોના મોત થયા છે ત્યારે ત્વરિત સહાય આપવા અને ગૌમાતાના મૃત્યુનો સાચો અહેવાલ રજૂ કરવા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે નિષ્ફળ બનાવવા માટે પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તથા સંજય ગાંધી, ચેતન જોશી, ભરત સોલંકી, રાજુ ભાઈ શર્માને ગાંધીધામથી ડીટેઇન કરી બી ડિવિઝન ગાંધીધામમાં તથા પ્રદેશ મહામંત્રી વી.કે. હુંબલને ભીમાસરથી અટક કરી અંજાર પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા.
પ્રોગ્રામની આગલી રાતના જ ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ કીશોરદાન ગઢવી, દિપક ડાંગર, યુવા કોંગ્રેસ મહામંત્રી નીલય ગોસ્વામી અને શહેર કોંગ્રેસના સહેજાદ સમાને ઘરેથી ઉઠાવી અટકાયત કરવામાં આવી હતી. ઉપરાંત મહીલા પ્રમુખ પુષ્પાબેન સોલંકી, પ્રદેશ યુવા મહામંત્રી અંજલિ ગોર, કાર્યાલયમંત્રી ધીરજ ગરવા , લાલીબેન આદિવાલને એલસીબી ભુજ પોલીસ મથકે તેમજ જિલ્લા પ્રવકતા ગનીભાઈ કુંભાર, જિલ્લા હોદેદારો ઇલિયાસ ઘાંચી, મુસ્તાક હિંગોરજા ,વિપક્ષી નેતા કાસમ સમા, સેવાદળ પ્રમુખ આકીબ સમા, પ્રદેશ મહિલામંત્રી રસીકબા જાડેજા, નગરસેવકો મહેબૂબ પંખેરિયા, આઇસૂબેન સમા, હાસમ સમા તેમજ તેસીન મણિયાર સાબિર નોડે, યુવા કોંગ્રેસ પ્રમુખ રમેશ આહીર, ભુજ તા.પ.વિપક્ષી નેતા અનિલભાઈ બતા, એચ.એસ. આહીર, માંડવીના મીત ગઢવી, મુંદરામાં કપીલ કેસરિયા, ભરત પાતારિયાની અટક કરવામાં આવી હતી.
બિલકીશબાનુ કેસમાં આરોપીઓને માફી આપવામા આવી હોવાથી સંસ્થા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેઓ પીએમનો વિરોધ કરવાના હતા ત્યારે પોલીસ દ્વારા ઉપાધ્યક્ષ શકીલભાઈ સમા, પ્રમુખ ઇબ્રાહિમભાઈ હાલેપોત્રા સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.