PMના હસ્તે લોકાર્પણ થવા છતાં અંજારનું સ્મારક ન ખુલ્યું, ત્યારે અનેક લોકોને પડ્યા ધક્કા 

copy image

કચ્છ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અંજારના વીર બાળક સ્મારકનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે લોકાર્પણ થઈ ગયા પછી અંજારવાસીઓ તરતજ સ્મારક જોવા પહોંચી આવ્યા હતા પરંતુ સ્મારક ખુલ્લું મુકવામાં આવ્યું ન હતું.  જેથી  તમામ લોકોને ધક્કો પડ્યો હતો. જોકે સાંજે તમામ લોકોએ સાથે મળી ભૂકંપમાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

ભુજના સ્મૃતિવન સાથે અંજારના વીર બાળક સ્મારકનું પણ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બાદ સાંજે 6-30 વાગ્યે વાલી મંડળ, અંજાર શહેર ભાજપ દ્વારા ધારાસભ્ય વાસણભાઇ આહીર, રિટાયર્ડ કલેકટર ભાગ્યેશ ઝા,જીએસડીએમએ ના અધિકારી હર્ષદ પટેલની હાજરીમાં શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ યોજાયો હતો. જે વેળાએ ઇન્ટરીયર ડિઝાઇન કરનાર દ્વારા સમાર્કને લાગતી માહિતી આપી વાલી મંડળ દ્વારા શાબ્દિક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.