ટ્રેનમાં બે જવાનો દારૂની બાટલી ખોલી બેઠા, પ્રવાસીના ટ્વીટથી મંત્રાલયે પગલાં લીધા

કચ્છ એક્સપ્રેસ ટ્રેનના કોચ બી/6 માં બીએસએફના બે જવાન બાટલી ખોલી બેઠા અને  જેમતેમ બોલતા હોવાઅંગેની જાણ પ્રવાસીએ 139 પર ટ્વીટ કરી મેસેજ કર્યા પછી સતર્ક મંત્રાલયે તત્કાલિત એસ્કોલટિંગ ટીમને જાણ કરી હતી અને બંને પીધેલા જવાનોને ગાંધીધામ સ્ટેશને આરપીએફે ઝડપી જીઆરપીને સોંપ્યા હતા.

આરપીએફના એએસઆઇ ધુલારામ ભવરરામ ગુજ્જર ગાંધીધામ રેલ્વે સ્ટેશન પર એરિયા ડ્યુટી ઓફિસર તરીકે ફરજ પર તૈનાત હતા ત્યારે કચ્છ એક્સપ્રેસના કોચ-6/બી માં મુસાફરી કરી રહેલા દિનેશ ભાનુશાલી નામના પ્રવાસીએ રેલ મંત્રાલયના 139 નંબર પર મેસેજ કર્યું તેમના કોચમાં શીટ નંબર 1 થી 4 પર બેઠેલા બે લોકો કેફી પીણું પી રહ્યા છે અને જેમ તેમ બોલી રહ્યા છે.

આ મેસેજના આધારે તરત ભુજ પોસ્ટ કચ્છ એક્સપ્રેસ ટ્રેનની એસ્કોટિંગ ટીમને જાણ કર્યા બાદ ગાંધીધામ રેલ્વે સ્ટેશન પર દારૂ પીધેલી હાલતમાં ભુજ બીએસએફ કેમ્પસ માં રહેતા પ્રથમેશ ભરત પવાર અને ઓમકાર સુનિલ મોહિતેને આરપીએફે ઝડપી લઇ બન્ને જીઆરપીને સોંપી દઈ બંને વિરુદ્ધ ગુનો દર્જ કરાવ્યો હતો.