ગાંધીધામના નંદુભાઈએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી માટેનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો…માથાના એક બાજુ ‘MODI’ લખાવેલી હેર સ્ટાઈલ બનાવી લોકોમાં આકર્ષણ જમાવ્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને કચ્છની ધરતી અને કચ્છીમાડુઓ માટે ભારોભાર લગાવ છે અને એવો જ પ્રેમ કચ્છી માડુઓ પ્રધાનમંત્રીશ્રી માટે ધરાવે છે. જે વ્યક્ત કરતા દ્રશ્યો આજે વડાપ્રધાનશ્રીની ભુજ મુલાકાત દરમિયાન જોવા મળ્યા હતા.

ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા યુનિવર્સિટીના પરિસરમાં કચ્છ જિલ્લાના પ્રજાલક્ષી વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ – ખાતમુહૂર્તના સમારોહમાં લોકો ખૂબ ઉત્સાહ સાથે જનનેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા પહોંચ્યા હતા. અવનવી અને ભાતીગળ વેશભૂષા સાથે આવેલા લોકો સભા સ્થળે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગાંધીધામના નંદુભાઈ નથવાણીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી માટેનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો હતો.

આ મુલાકાતને ધ્યાનમાં રાખીને નંદુભાઈએ પોતાના માથાના એક ભાગમાં 'MODI ' લખાવેલી કલાત્મક હેર સ્ટાઈલ બનાવી હતી. આમ, નંદુભાઈની આ હેર સ્ટાઈલ આકર્ષણનું કેન્દ્ર બની હતી.