સામખિયાળીમાં જુની અદાવતનું મનદુખ રાખી યુવાનને છરીના 4 ઘા ઝીંકાયા

copy image

સામખિયાળીમાં જુની અદાવતનું મનમાં રાખીને 6 સખ્શોએ કરેલા હુમલામાં યુવાનને છરીના 4 ઘા ઝીંકાયા હોવાની, ફરિયાદ નોંધાઇ છે.
સામખિયાળીના સર્વોદય સોસાયટીમાં રહેતો 21 વર્ષીય રામભાઇ રઘુભાઇ કોલી અને તેમના મિત્ર રાજેશ સાથે તેના પૈસા લેવા ગયા પછી જુના બસ સ્ટેશન પાસે નાસ્તો કરવા ઉભા હતા. તે વેળાએ વિપુલ ભટ્ટી, ઉમેદ ભટ્ટી, વિનોદ ભટ્ટી, પ્રદિપ ભટ્ટી અને તેમની સાથે આવેલા બે અજાણ્યા સખ્શો તેમની ઉપર તૂટી પડ્યા. જુની અદાવતનું મનમાં રાખીને કરવામાં આવેલા હુમલામાં વિપુલ ભટ્ટી અને વિનોદ ભટ્ટીએ તેના માથામાં છરીના 4 ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે સામખિયાળી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું.