ગાંધીધામમાં વિરોધ પ્રદર્શન, કોંગ્રેસે પાલિકાને તાળા મારી દીધા


ગાંધીધામમાં રોડ રસ્તા સહિત પાયાની સુવિધાઓનો અભાવ હોવાથી લોકોને થતી મુશ્કેલી વિશે શહેર કોંગ્રેસએ ઉગ્ર વિરોધ પ્રદશન કરી મંગળવારના નગરપાલિકા કચેરીને તાળા મારી દીધા. બે કલાકથી વધુ સમય સુધી મોટી સંખ્યામાં કોંગ્રેસના નગરસેવકો અને લોકોએ ધસી આવી પાલિકા સામે રોડ પર ધરણા કરી ‘રોડ રસ્તા ઠીક કરો, અથવા ખુરશી ખાલી કરો’, ‘જનતા આતી હૈ’ જેવા સૂત્રોચાર કર્યા હતા.
ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડાએ વિરોધ પ્રદશન વચ્ચે બહાર આવી થઈ રહેલા કામો વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં તેમણે 15 સપ્ટેમ્બર પહેલા કામો થઈ જશે, સર્વે થઈ રહ્યો હોવા સહિતના પાસ થયેલા પ્રોજેક્ટ્સ ગણાવ્યા હતા.