પત્રીમાં યુવાનને ત્રણ ટન રેતી સાથે LCBએ ઝડપ્યો


મુન્દ્રા તાલુકાના પત્રી ખાતે નદીના પટમાં બેફામ ચોરી થતી હોવાની અસંખ્ય ફરિયાદો પછી હરકતમાં આવેલી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટુકડીએ મધરાત્રે ત્રાટકીને એક આરોપી યુવકને 720 રૂ કિંમતની ત્રણ ટન રેતી ચોરી કરતાં પકડી પાડી પાંચ લાખના ટ્રેકટર અને મોબાઈલ સમેત કુલ્લ 5,05,720 નો મુદામાલ કબ્જે લઈ ઔપચારિકતા નિભાવી હતી.
LCBની ટીમે પૂર્વ બાતમીના આધારે પત્રીની નદીના પટમાં છાપો મારીને ટ્રેક્ટરમાં ભરી રેતીની ચોરી કરતા નિખિલગર વસંતગર ગુંસાઈ (ઉ.વ.21 રહે પત્રી) ને દબોચી પાડીને, મુદામાલ જબ્બે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે અજાણ્યા લોડર ચાલક અને નંદવીર આહિર (રહે પત્રી)નામના યુવક અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા.