અંજારના ખોડીયાર મંદિરની મુખ્ય ગ્રીલને તોડીને દાનપેટીમાંથી રોકડની ચોરી કરાઇ


અંજાર શહેરના સોરઠીયા નાકા પાસે આવેલી બેંક ઓફ ઈન્ડિયાની બાજુમાં આવેલા ખોડીયાર મંદિરમાં મધ રાત્રે ચોર ત્રાટકયા હતા. મંદિરના મુખ્ય દરવાજાની ગ્રીલ તોડીને અંદર પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે સીસીટીવી ફોટોઝના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અજાણયા ચોર મંદિરમાં રહેલી દાનપેટીમાંથી રોકડ સહિતની ચોરી કરી હોવાનું પ્રાથમીક દ્રષ્ટીએ ધ્યાનમાં આવ્યું. મંદીરમાં ચોરી થતા જ અંજાર પોલીસની ટીમ ત્યાં પહોંચી સીસીટીવી ફોટોઝના માધ્યમથી આગળની તપાસ હાથ ધરી અને મંદીરમાંથી કેટલી ચોરી થઈ તે જાણવા માટેના પ્રયત્ન શરૂ કર્યા હતા.