વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય એક દિવસના કચ્છનાપ્રવાસે


ગુજરાત વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય તા.૧/૯/૨૦૨૨ના એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ તારીખ ૦૧/૦૯/૨૦૨૨ રોજ સવારે ૮.૩૦ કલાકે સ્થાનક જૈન ઉપાશ્રય માધાપર ભુજ ખાતે પારણા પ્રસંગમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ સવારે ૯.૧૦ કલાકે વી.બી.સી સમાજવાડી, પહેલો માળ, વાણીયાવાડ ભુજ ખાતે પારણા પ્રસંગમાં ઉપસ્થિત રહેશે. સવારે ૧૦.૦૦ કલાકે ટાઉનહોલ ભુજ ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત બાગાયત પાક પરિસંવાદ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે હાજર રહેશે.