પંજાબ માથી પકડાયેલું 38 કિલો હેરોઈન ભુજથી ગયું, ગુજરાત ATSએ હેરોઈન કાંડમાં જોડાયેલા બે યુવકોને કચ્છમાંથી ઝડપી પડ્યા


ગુજરાતનો દરિયા કિનારો અને ગુજરાતના બંદર હવે ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયા છે. ગુજરાતના દરિયા કિનારેથી હજારો કરોડનું ડ્રગ્સ અને હેરોઈન ઝડપાયા છે. ત્યારે જ બે દિવસ પહેલા પંજાબ પોલીસે એક ટ્રકના ટૂલ બોક્સમાંથી 38 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી લઇને તેની તપાસ શરૂ કરી. જેમાં ડ્રગ્સ ભુજથી મોકલવામાં આવ્યું હોવાની વિગત બહાર આવવતા ગુજરાત એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોડે (ATS)એ ભુજના 2 યુવકને ઝડપી પાડ્યા.