આરોગ્ય વિભાગ સોનોગ્રાફી કેન્દ્રો ઉપર ચાંપતી નજર રાખશે

કચ્છમાં પૂર્વ ગર્ભ પરિક્ષણ સામે જાગૃતિ
લાવવા જિલ્લાિ આરોગ્ય અધિકારીશ્રીની તાકિદ
૦૦૦૦
ભુજ ખાતે મળેલી પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠકમાં કચ્છમાં સેકસ રેશિયો વધારવા અંગે ચર્ચા કરાઈ : ગેરકાયદે પરિક્ષણની જાણ કરનારને તંત્ર સુરક્ષા પ્રદાન કરશે
૦૦૦૦

ભુજ, ગુરૂવાર:
પૂર્વ-ગર્ભ પરિક્ષણ સામે જાગૃતિ આવે અને સમાજમાં મહિલા અને પુરૂષનું જાતીય કુદરતી પ્રમાણ સરખું થાય તથા સ્ત્રી ભૃણ હત્યાવ અટકે તે માટે ભુજ જિલ્લા પંચાયત ખાતે પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક મળી હતી. જિલ્લાભ આરોગ્ય અધિકારી ડો. જનક માઢકના અધ્યક્ષ સ્થા‍ને મળેલી બેઠકમાં સોનોગ્રાફી સેન્ટ રોની ઓચિંતી મુલાકાત લઇ નજર રાખવા તાકીદ કરી હતી. તેમજ બાતમી મળી રહે તે માટે હ્યમુન ઇન્ટેલીજન્સ વધારવા તાલુકા આરોગ્ય અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં કચ્છનમાં કાર્યરત તમામ સોનોગ્રાફી સેન્ટકરો દ્વારા સર્ગભા માતાઓની સારવાર અર્થે જે તપાસ થાય છે, તે અંગેના ફોર્મ-એફ અને રજિસ્ટીરમાં નોંધણી તેમજ ઓનલાઇન એન્ટ્રી અંગે દર માસે નિયમિત ચેંકીગ કરવા તથા દરેક સોનોગ્રાફી સેન્ટસરની પરસ્પણર ચકાસણી ઓચિંતી મુલાકાત લેવા સૂચના અપાઇ હતી.
કચ્છમાં સેકસ રેશિયો વધારવા ખાસ કરીને એવા તાલુકા તથા વિસ્તારો જયાં સ્ત્રીનું જન્મ પ્રમાણ ઓછું છે ત્યાં ખાસ અભિયાન તથા લોકોમાં જાગૃતિ અર્થે માધ્યમોમાં પ્રચાર-પ્રસાર કરવા તથા આ કામગીરીમાં આશા વર્કરોને જોડવા, આ મુદે ખાસ સંમેલન આયોજિત, મહિલા કોલેજમાં આ અંગેના નાટક રજુ કરવા પણ ચર્ચા કરાઈ હતી. ઉપરાંત જિલ્લામાં તાલુકા વાઇઝ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગામવાઈઝ જયાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું ત્યાં ઘનિષ્ઠ પ્રચાર-પ્રસાર કરી ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યાના કારણો જાણી અટકાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવા આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો.
સમીક્ષા પૈકી વર્ષ ૨૦૨૧-૨૦૨૨ના ડેટા મુજબ અર્બન આદિપુર-૨, ગાંધીધામ-૧, કિડાણા, નીરોણા, મંગવાણા, નેત્રા, અર્બન ભચાઉ ,આમરડી, જંગી, ધોળાવીરા, મોટા દિનારા, કોડકી, અર્બન હેલ્થ સેન્ટર – માંડવી, આંસબીયા નાના, કોડાય, ગુંદીયાળી, મોટા લાયજા, મોડી ભાડેય, તલવાણા, દરશડી, મોટા કાંડાગરા, ભુજપુર, ચીત્રોડ, ગેડી, ભીમાસર(ભૂ), ગાગોદર,બેલા, સુવઇ, નારાયણ સરોવર, બરંદા, ઘડૂલી, માતાના મઢ વગેરે પીએચસીના ગામમાં સેકસ રેશિયો ઓછો છે ત્યાં આઇઇસી પ્રચાર-પ્રસાર દ્વારા જનજાગૃતિ લાવવા નિર્ણય લેવાયો હતો. તેમજ પીએનડીટી ઇન્સપેકશન ૯૦ દિવસ દરમિયાન થાય તે મુજબ માઇક્રોપ્લાન અમલવારી કરવા જણાવાયું હતું બેઠકમાં નવા રજિસ્ટ્રેશન માટેની ૧૩ અરજી તથા રીન્યુલ માટેની ૩૩ અરજીને મુદે ચર્ચા કરાઇ હતી. તેમજ નવી તેમજ રીન્યુઅલ આવેલ અરજીને સ્થળ ચકાસણી માટે જે તે તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને ચકાસણી માટે મુકીને પીએનડીસી રજિસ્ટ્રેશન આપવાનું ઠરાવવામાં આવેલું. કચ્છ કે જિલ્લા બહાર ગેરકાયદે થતા ગર્ભપરિક્ષણ મુદે લોકો ખાનગી રાહે મોબાઇલ નં.૯૭૨૭૭ ૨૩૭૬૪ ઉપર એસએમએસથી સીધા જ જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરી શકશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. માઢકે જણાવ્યું હતું. આ બેઠકમાં કમિટીના ચેરપર્સન રેખાબેન દવે, સર્વ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ ડો.એમ.મેમણ, ડો. ડી.કે.ગાલા, ડો.એમ.કે સિન્હા, ડો.એ.કે. પ્રસાદ, ડો.કે.પી.પાસવાન ઉપસ્થિત રહ્યા હતા.