બારડોલીના ગોજી ગામે ઈંટના ઢગલાની આડમાં લઈ જવામાં આવતો 36 હજારનો વિદેશી દારુ જપ્ત


બારડોલી રૂરલ પોલીસે બાતમી આધારે ગોજી ગામે રેડ પાડી હતી. આ દરમિયાન પોલીસે ઇંટના ઢગલાની આડમાં છુપાવી રાખેલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે 36 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે 1 મહિલા બુટલેગરની અટક કઋ છે, જ્યારે અન્ય 1ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો.
બારડોલી રૂરલ પોલીસ મથકના પી.એસ.આઈ ડી.આર.રાવ સહિતનો પોલીસ સ્ટાફ બારડોલી વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સાથેના અ.પો.કો ભરતસિંહ જોરૂભા તથા અ.પો.કો મેહુલકુમાર ચંપકભાઇ નાઓને સંયુક્ત રાહે બાતમી મળેલ કે ગોજીગામ ટાંકી ફળીયામાં રહેતા રીટાબેન સુનીલભાઇ રાઠોડે તેમના ઘરની સામે ખુલ્લી જગ્યામાં રાખેલ લાકડા અને ઈંટના ઢગલાની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી તેનું છુટક વેચાણ કરે છે.
આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીવાળા સ્થળે રેડ પાડતા રીટાબેન સુનીલભાઇ ઇશ્વરભાઇ રાઠોડ પોલીસે તેના ઘરમાં અને ઘરની સામે આવેલ ખુલ્લી જ્ગ્યામાં રાખેલ લાકડા તથા ઇટના ઢગલામાં તપાસ કરતા પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી. જેમાં તપાસ કરતા અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની ઉપરાંત ટીન બીયર એમ મળીને કુલ્લે બાટલી નંગ .448 કી.રૂ .36,000 / – મળી હતી. પોલીસે મહિલા બુટલેગર અટક કરી હતી. જ્યારે દારૂનો જથ્થો પુરોપાડનાર આરોપી અર્જુનસિંગ સંગ્રામસિંગ રાજપુત (રહે . – વાઘેચગામ , મંદીર ફળીયું તા. બારડોલી)ને વોન્ટેડ જાહેર કર્યો. આ અંગે ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.