માલધારી સમાજ દ્વારા અમદાવાદમાં રેલી કરીને માંગ કરાઈ: રસ્તે રખડતાં ઢોર પકડવાનો કાયદો રદ કરો, વૈકલ્પિક વ્યવસ્થા આપો

2-9-એમટીઆર6
copy image

રાજ્યમાં રસ્તે રખડતાં ઢોર અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવાયા પછી તંત્રે રખડતા ઢોર પકડવાની કડક કાર્યવાહી શરૂ કઋ છે. માલધારી સમાજે રખડતા ઢોરને પકડવાને લઈ વિરોધ કર્યો છે. આજે માલધારી સમાજે અમદાવાદમાં બાપુનગરથી લાલદરવાજા સુધી માલધારી વેદના રેલીનું આયોજન કર્યું. જેમાં હજારોની સંખ્યામાં માલધારી સમાજના લોકો જોડાયા, તેમની માંગણી છે કે ઢોર અંકુશ નિયંત્રણ કાયદો રદ કરવામાં આવે અને શહેરીકરણ બંધ કરી, માલધારીઓને અલગ વસાહત બનાવી વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. માલધારીઓ રોડ પર પશુ છુટા મૂકી દે છે એવા પ્રસાર બંધ કરવામાં આવે. શહેરમાં રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર કરી માલધારીઓએ વિરોધ દર્શાવ્યો હતો.