મહુવા-સાવરકુંડલા રોડ પર આઈસર-બોલેરો સામસામે અથડાયા


મહુવા તરફથી ઝડપથી ચાલી આવતી ટાટા આઇસર ગાડી જે સાવરકુંડલા તરફ જઈ હતી અને સાવરકુંડલા તરફથી આવતું બોલેરો પીકઅપ વાહન બંને સામસામે સાવરકુંડલાના રોડ આશરાણા ચોકડી પાસે ટકરાયાં હતાં. જો કે સમગ્ર બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાનિનો થઈ ન હતી. ધડાકાભેર સામસામે વાહનો ભટકાતાં આજુબાજુના ખેતરમાં કામ કરતા મજૂરો રોડ પર દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરી.
બંને વાહનો ટકરાતાં બંને વાહનોમાં પેસેન્જર ન હતા.પીકઅપ બોલેરોના ડ્રાઇવરને સામાન્ય એવી ઇજા પહોચી હતી. જેને સારવાર અર્થે મહુવા હોસ્પિટલમાં લઇ જવાયો હતો. સમગ્ર બનાવમાં બોલેરો પીકઅપનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો અને રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા.