જામનગરમાં પૂરઝડપથી દોડી રહેલી જીપે એક બાદ એક 6થી વધુ બાઈકને અડફેટે લીધી, સદનસીબે જાનહાનિ થતાં ટળી


જામનગરના ટાઉનહોલ સર્કલ પર પૂરઝડપથી જઈ રહેલી જીપે અનેક વાહનોને અડફેટે લઈ લીધા હતા. આ અકસ્માત બાદ જીપ ચાલક વાહન મૂકીને નાસી ગયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
જામનગરમાં બેકાબૂ થયેલી જીપે રસ્તા પર પાર્ક કરેલ 6 જેટલી બાઈકને અડફેટે લઈ લીધી હતી. સદનસીબે આ અકસ્માતમાં એક પણ વ્યક્તિને ઈજા પહોંચી ના હતી. શહેરમાં ધમધમતા વિસ્તાર ટાઉનહોલ નજીક જીપ ચાલકે વળાંક લેતી વખતે સ્ટેરિંગપરથી કાબૂ ગુમાવી દેતા અનેક વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી ગયો હતો.
આ અકસ્માત દરમિયાન સદનસીબે ત્યા કોઈ વ્યક્તિ હાજર ન હોતા જાનહાનિ થતાં ટળી હતી. તેમ છતાં 6 જેટલી બાઈકને ઠોકરે લેતા ભારે નુકસાન પહોંચ્યું છે.