અંજારમાં વાહન ચેંકિગ માટે અટકાવામાં આવતા પોલીસને કહ્યાં અપશબ્દ; 2 વ્યક્તિ સામે ગુનો નોંધાયો

copy image

અંજાર પોલીસ ટીમ વરસામેડી નાકા પર વાહન ચેકિંગની કામગીરીમાં જોડાયેલી હતી તે દરમિયાન મોપેડમાં આવેલ બે ઇસમોએ વારંવાર હોર્ન વગાડતાં પોલીસ કર્મચારીએ ગાડીના કાગળો માંગ્યા હતા, પરંતુ આરોપીએ ગાળો આપી ફરજમાં રુકાવટ ઉત્પન કરતાં પોલીસે કાયદાનો પરચો દેખાડી બંને શખ્શોને ધરબોચી લીધા હતા.

અંજાર પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે રાત્રિના 2.30 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. અંજાર પોલીસ મથકના PSIની મદદમાં રાઈટર તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિહા શંકર પરમાર આજે રાત્રિના વરસામેડી નાકા પાસે પોતાની વાહન ચેકિંગની ફરજમાં રોકાયેલા હતા તે દરમિયાન મોપેડમાં મહેબૂબ સતાર લોહાર તથા પવન જયદેવ સરદાર ત્યાંથી પસાર થઇ રહ્યા હતા જેથી પોલીસ કર્મચારીએ તેઓનું વાહન અટકાવતાં આરોપીએ સતત હોર્ન વગાડ્યું હતું. પોલીસ કર્મચારીએ કાંઈ પ્રોબ્લેમ છે અને આટલી રાતે કેમ નીકળેલ છો એવું કહ્યું હતું.

જેમાં મોપેડ ચાલકે હું મહેબૂબ છું તમે કોણ પૂછવાવાળા તેમ કહ્યું હતું. મોપેડમાં નંબર પ્લેટ ન હોતા પોલીસ કર્મચારીએ ગાડીના કાગળોની માંગ કરી હતી. જેથી આરોપી ઉશ્કેરાતા પોલીસ કર્મચારીને ગાળો આપી હતી તેમજ તેમની કાયદેસરની ફ૨જમાં રુકાવટ ઉત્પન કરી હતી. બનાવની ગંભીરતા પારખી લઈ પોલીસ કર્મચારીએ અન્ય સ્ટાફને બોલાવી લીધો અને બંને ઇસમોને પકડી પોલીસની જીપમાં બેસાડી થાણામાં લઈ જવાયા હતા. જે મામલે અંજાર પોલીસે પોલીસ કર્મચારી વિહા શંકર પરમારની ફરિયાદ પરથી બંને સખ્શો સામે ગુનો દર્જ કરી કાર્યવાહી હાથ ધરી છે.