જૂનાગઢમાં દારૂના નશામાં બે ઇસમોએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું, જાનથી મારી નાખવાની ધમકી આપી

જૂનાગઢમાં બે શખ્સો દારૂના નશામાં યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સાત હજાર રૂપિયાની લેતી દેતીમાં ઇસમો દારૂ પીને યુવતીના ઘરે ધમાલ મચાવી અને ત્યાર પછી ઇકો ગાડીમાં અપહરણ કરીને વંથલીથી વાડલા તરફ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.

જૂનાગઢમાં રહેતા બે મિત્રો હિતેન્દ્ર ઉર્ફ કાનો જોષી અને હિમાંશુ ભોગાયતે યુવતી પાસેથી 7000 રૂપિયાની ઉઘરાણી અંગે દારૂ પીધેલી હાલતમાં યુવતીના ઘરે જઈ બળજબરીથી ઈકો ગાડીમાં બેસાડી વંથલીથી વાડલા તરફ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપી હિમાંશુનો બર્થ ડે હોવાથી બંને આરોપી દારૂના નશામાં ધુત હતા. આરોપીઓ પોતાનું ભાન ભૂલી હિતેન્દ્ર ઉર્ફે કાનો જોશી અને હિમાયુ શાંતિલાલ ભોગાયતે ઇક્કો ગાડી લઇ યુવતીના ઘરે જઈ ઘરની બહાર રાડો પાડી યુવતીને પોતાના રૂપિયા આપી દેવાનું કહેતા પાડોશીઓએ ભેગા થઇને યુવતીને બહાર જઇ વાત કરવાનું કહ્યું.

આથી તે યુવતી બન્ને આરોપીની સાથે તેમની ઇક્કો ગાડીમાં બેસી જતા આરોપી ગાડી વંથલી તરફ લઈ ગયા  અને ગીરીરાજ હોટલ પાસે હિમાંશુનો બર્થ ડે હોવાથી  ઇક્કો ગાડીમાં મરજી વિરૂદ્ધ જબરજસ્તી દારૂ પીવડાવી માર મારી દુષ્કર્મ કર્યું હતું અને કોઇને જાણ કરશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી. આ વિશે યુવતીએ ફરિયાદ દર્જ કરાવતા પોલીસે બંને ઇસમોને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.