કર્જમાં  ડુબેલા RTO એજન્ટે ભુજની હોટલમાં ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

માંડવી તાલુકાના બિદડા ગામના RTO એજન્ટ પર કર્જ વધી જતાં ઉઘરાણી થકી ઘરમાં કચવાટથી મહિનાઓથી ઘરેથી નીકળી ગયા હતા અને ભુજની હોટલમાં રોકયા હતા મંગળવારના રોજ હોટલના રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સ્થળ પર પહોંચેલી પોલીસને મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી.

જો કે, હતભાગીએ શું લખ્યું છે. તે હજુ બહાર આવ્યું નથી. પ્રાપ્ત વિગતો મુજબ બિદડા ગામે રહેતા અને ગત 15 જુલાઇની રાતથી ભુજની અંજલી હોટલમાં રૂમભાડે રાખીને રોકાયેલા સંજય કેશવલાલ વેદાન્ત (ઉ.વ.56) નામના RTO એજન્ટે મંગળવારે સવારે પાંચ વાગ્યાથી સાંજના સાડા ચાર વાગ્યા વચ્ચે હોટલના રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં RTO એજન્ટ તરીકે કામ કરતા મૃતકના ભાઇ યોગેશ કેશવલા વેદાન્તે હતભાગીને જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસને મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે.

પ્રાથમિક તપાસમાં સંજયભાઇ RTO ના કામ હેઠળ લોકો પાસેથી રૂપિયા લીધા ઉપરાંત અન્ય આર્થિક બોજો વધી જતાં ઘરમાં પણ આ મુદે કલેશ વધી ગયો હોવાથી ઘરેથી મહિનાઓ પહેલા નીકળી ગયા હોવાનું બહાર આવ્યું છે. મૃતક અગાઉ એક એક હોટલમાં રોકાયા હતા 50 હજાર જેટલી રકમ ચડી જતાં ભુજની હોટલમાં છેલ્લા દોઢેક મહિનાથી રોકાયા હતા  મંગળવારે આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તો, બીજી તરફ મૃતકે મરતાં પૂર્વે લખેલી સુસાઇડ નોટ પોલીસને મળી આવી છે. આ સુસાઇડ નોટમાં મૃતકે કયા કારણે આપઘાત કર્યો તે હજુ બહાર આવ્યું નથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.