ભચાઉના કસ્ટમ ચાર રસ્તા પર ખાનગી દવાખાનાઓ દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ થતાં લોકોના આરોગ્ય પર જોખ

copy image

ભચાઉના કસ્ટમ ચાર રસ્તા પર સતત વાહનોની અવર જવર હોવાથી દિવસ રાત લોકોની ચહલ પહલ જોવા મળતી હોય છે. અહીં ખાણીપીણીની અનેક દુકાનો અને લારી ગલ્લા હોવાથી ખાનગી વાહન મારફતે આવતા મોટા ભાગના પ્રવસીઓ કચ્છ તરફ આગળ વધતા પહેલા આ સ્થળે રોકાણ કરતા હોય છે. ત્યારે દવાખાનાઓ દ્વારા બાજુમાં જ દર્દીઓ માટે ઉપયોગમાં લેવાયેલી મેડિકલ સામગ્રીઓનું નિકાલ કરવાના બદલે ખુલ્લામાં ફેંકી દેવામાં આવતા લોકોના આરોગ્ય સામે ગંભીર પ્રશ્ન હોવાનું લોકોએ જણાવ્યું હતું. આ પ્રકારની બેદરકારીથી લોકોના આરોગ્યને જોખમ ઉભું થઈ રહ્યાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. જાહેરમાં ઉડતા મેડિકલ વેસ્ટના વીડિયો પણ સોસીયલ મીડિયા પર વાઇરલ થયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ દરમ્યાન મેડિકલ ક્ષેત્રે થયેલી પ્રગતિ બાદ નગરમાં તબીબ વગરની મેડિકલ સ્ટોર બનાવવાનું ચલણ પણ વધી ગયાનું સૂત્રોએ જણાવ્યું હતું.