મહેસાણા બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં એક જ અઠવાડિયામાં પાંચ વાહનોની ચોરી


મહેસાણા બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં અઠવાડિયા પહેલા જ એક જ દિવસમાં ત્રણ મોટરસાયકલ અને એક કારની ચોરી થઈ હતી. રાધનપુર રોડ પરથી વધુ એક એકટીવા ચોરાતા આ વિસ્તારમાં એક પછી એક વાહનો ચોરાઈ રહ્યા છે.
અઠવાડિયા પહેલા રાધનપુર રોડ પરથી ત્રણ મોટરસાયકલ અને મગપરા નજીકની હોસ્પિટલમાં દવા લેવા આવેલા રાજસ્થાનના કર્મચારીની કાર ચોરાઇ હતી . ત્યારે મૂળ બાસણાના અને દૂધસાગર ડેરી સામેની શંકરનગર સોસાયટીમાં રહેતા રાજેશભાઈ હેમરાજભાઈ ચૌધરીનું રાધનપુર રોડ પર પરફેક્ટ પ્લાઝા આગળ પાર્ક કરેલ જી.જે.02.બી.એમ.9727 નંબરનું એક્ટિવા કોઈ ચોઋ થયું હતું.
આમ છેલ્લા કેટલાક દિવસોથી રાધનપુર રોડ અને તેના આસપાસના મહેસાણા બી ડિવિઝન પોલીસ થાનાના વિસ્તારોમાં વાહન ચોરો એક પછી એક વાહન ચોરીને અંજામ આપે છે. ત્યારે નજીકમાં જ રાધનપુર ચોકડી પર પોલીસ ચોકી આવેલી હોવા છતાં પણ બની રહેલા વાહન ચોરીની ઘટનાઓને અટકાવવા બી ડિવિઝન પોલીસ દ્વારા ઠોસ પગલાં ભરવામાં આવે તેવી વાહન ચાલકોમાં લાગણી ઉઠી છે.