ખેડાના રઢુ ગામે વાત્રક નદીમાં ડૂબી જતા કિશોરનો મોત

ખેડા તાલુકાના રઢુ ગામની સીમમાંથી પસાર થતી વાત્રક નદી કાંઠે ગામના કિશોર આકસ્મિક રીતે પડી જવાથી તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યું છે. ભારે શોધખોળથી 24 કલાક પછી કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો.

ખેડા તાલુકાના રઢુ ગામ પાસેથી પસાર થતી વાત્રક નદીમાં ગત રોજ ગામમા રહેતો 17 વર્ષિય કિશોર મયુર વીઠ્ઠલભાઈ સોલંકી ઢોરને ચરાવવા ગયો હતો. નદી કાંઠે પહોચેલ મયુરનો આકસ્મિક રીતે પગ લપસતા નદીના નીર પ્રવાહમાં તણાઇ ગયો હતો. આ ઘટના બાદ સ્થાનિકોને ઘટનાની જાણ થતાં તેઓએ બચાવવા પ્રયત્ન કર્યો હતો.‌ પરંતુ ત્યાં સુધી મયુર નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.

આ કિશોરને શોધખોળ કરવા સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ કામે લાગી. પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. 24 કલાક પછી આજે ફરીથી અહીયા શોધખોળ આદરવામાં આવી. ખેડા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને ફાયર વિભાગ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કિશોરના મૃતદેહને નદીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યો. ખેડા GSDMA દ્વારા મેસેજ મળતા નડિયાદ ફાયર અને ની GSDMA રેસ્કયું ટીમ મળીને ગામ વાળાના સહયોગથી 24 કલાકની જહેમત બાદ મૃતદેહ શોધી ખેડા પોલીસને આગળની કાર્યવાહી કરવા માટે સોંપી દેવાયો છે.