અમરેલીના બગસરાના જુના વાઘણીયા ગામમાંથી ડિગ્રી વગરનો ડોકટર પકડાયો


ભાવનગર રેન્જ આઈ.જી. દ્વારા ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વિના કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગાતા સાધન સામગ્રી વિશે ચેર્કીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ વડાઓને સૂચના અપાઈ હતી. અમરેલી એસપી હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. એસ.એમ.સોની એસ.ઓ.જી. તથા ટીમ દ્વારા એ બોગસ ડોક્ટરને પકડી પાડ્યો છે.
બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી,એસ.ચાર્ટર લગત પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમી મળતા જુના વાઘણીયા ગામમાં ગોપાલ ચોક વિસ્તારમાં ગોબરભાઇ વાઘાભાઇ ગઢીયાનાં રહેણાંક મકાન ભાડેથી રાખી બાવાજી ક્લિનિક નામનુ ગેરકાયદેસર દવાખાનુ ચલાવતા હોવાથી જેના કારણે આરોગ્ય ટીમ ફાર્માસીસ્ટ સાથે રેઇડ પાડતા એલોપેથીક દવાઓ દવાની બોટલો, ઇન્જેક્શન તથા સિરપની બોટલો-ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે પકડી પાડવામાં એસ.ઓ.જી.ટીમને સફળતા મળી. જેમાં ઝડપાયેલ આરોપી વિજયભાઇ વાલદાસભાઇ કુબાવત, ધંધો-ડૉકટર રહે.બગસરા
ઝડપાયેલ સખ્શ વિજયભાઇ વાલદાસભાઇ કુબાવત બગસરા વાળા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ-59 કુલ કિં.15,085ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા. આ સખ્શ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી બગસરા પોલીસને સોંપવામાં આવી છે.