ટ્રકની ટ્રોલી વીજ વાયરને અડી જતાં બે યુવાનોના મૃત્યુ


ડભોઇ તાલુકાના પીસઈથી મંડાળા જતા રોડ ઉપર એક હાઇવા ટ્રકની ઉપરથી પસાર થતો ચાલુ વીજ વાયર ટ્રકની ટ્રોલીને અડી જતા ભારે કરંટ લાગવાથી મંડાળા ગામના બે યુવાનોના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા છે.
ડભોઇ તાલુકાના પીસઈથી મંડાળા રોડ ઉપર રેતીના હાઇવા લઈ મંડાળા તરફ જાતા મંડાળા ગામના મગનપુરા ફળિયામા રહેતા 30 વર્ષિય સુનિલભાઈ નગીનભાઈ વસાવા અને કનુભાઈ ચંદુભાઈ વસાવા ઘર તરફ જતાં હતા.
ત્યારે પીસાઈ મંડાળાની મધ્ય રોડ ઉપર મધ્ય ગુજરાત વીજ કંપનીના પસાર થતા વીજ વાયર ઉપર હાઇવા ટ્રક ની ટ્રોલી અડી જતા ટ્રકમા કરંટ ઉતરતા બંને યુવકનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. ડભોઇ પોલીસને આ વિશે જાણ કતા ડભોઇ પોલીસ દ્વારા બંને યુવકોના મૃતદેહ ડભોઇ રેફરલ હોસ્પિટલ લાવી પી.એમ. માટેની કાર્યવાહી હાથ ધરી છે.