પિછાણામાં પીરદાદાના ઉત્સવમાં ભાગ લેવા મુદ્દે ઝગડો, 15 સામે ફરિયાદ નોંધાઈ

રાપર તાલુકાના પિછાણા ગામમાં પીરદાદાના ઉત્સવમાં ભાગ લેવા મુદ્દે ધીંગાણું સર્જાયું. જેમાં 15 લોકો વિરુદ્ધ સામસામે ફરિયાદ દર્જ કરવામાં આવી હતી. ઘટના વિશે આડેસર પોલીસ મથકેથી બાદલપર (પિછાણા) ગામમાં રહેતા 34 વર્ષીય અમરસી લાખાભાઈ કોલીની ફરિયાદને ટનજરે રાખી મળતી માહિતી અનુસાર તેમના ગામમાં પીરદાદાનો ઉત્સવ હોવાથી અને ત્યાં બહેન-દિકરીઓ રમતી હોવાથી ઉત્સવમાં આવવાની ના પાડી હોવાનો મનમાં રાખી આરોપી હીરા નાનજી કોલી, મુન્ના ભૂરા કોલી, નાનજી જેસંગ કોલી, અરવિંદ હરજી કોલી, હિતેશ કનુ કોલી, ભરત હરિ કોલી અને નાનજીભાઈની પત્નીએ ફરિયાદી અને તેમના સાથે રહેલા અન્ય વ્યક્તિઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો.

તો પ્રતિપક્ષે નાનજી જેસંગ કોલીએ ફરિયાદ નોંધાવી કે, મુન્નો અને નાનજી ઉત્સવમાં ગયા હોવાથી અહીં શા માટે આવ્યા છો તેવું કહી આરોપીઓ અમરસી લાખા કોલી, નરશી કોલી, પ્રકાશ કોલી, નિલા બાબુ કોલી, હિતેશ રામજી કોલી, રતિલાલ બાબુ કોલી, રાજુ માનસંગ કોલી, જયરામ અંબાવી પટેલ તથા હરજી જેસા પટેલે પથ્થર વડે ફરિયાદી અને તેના સાથે રહેલા વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. ઘટનામાં તમામને સામાન્ય ઇજાઓ થતાં આ વિશે આડેસર પોલીસ થાણે સામસામે ફરિયાદ દર્જ કરવામાં આવી.